મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુણવત્તાના અભાવે થોડા જ સમયમાં રોડ તૂટતા મોટા ખાડા પડ્યા: વાહનચાલકો ત્રાહિમામ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં નવનિર્મિત રોડની હાલત અત્યંત

તસવીર: gstv

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં નવનિર્મિત રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે, જ્યાં થોડા જ સમયમાં રોડ પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. ચોમાસાની ઋતુમાં આ રસ્તો વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનું જોખમ બની ગયો છે અને ડામર ઊખડી જઈને કપચી બહાર આવી જવાથી તેમજ પાણી ભરાવાથી મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. ગુણવત્તાના વ્યાપક અભાવે નવો રોડ ફરીથી તૂટી જતાં રોજિંદી અવરજવર કરતા સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને જાણે રસ્તા પર નહીં પરંતુ ખાડાઓ વચ્ચે વાહન ચલાવવું પડતું હોય તેવી દયનીય સ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો