મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કડીના દુધઈના ગ્રામજનોને કાંસના ગંદા પાણીમાંથી કાઢવી પડે છે અંતિમયાત્રા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દુધઇ ગામે તંત્રની બેદરકારીના કારણે કાંસના

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દુધઇ ગામે તંત્રની બેદરકારીના કારણે કાંસના ગંદા પાણીમાંથી  અંતિમયાત્રા કાઢવી પડી હતી. કડીના દુધઇ ગામમાં અનુસૂચિત જાતિના પરિવારના શાંતાબેન નામની મહિલાનું અવસાન થયું હતું. અવસાન બાદ મૃતદેહને દુધઈ નજીકના સ્મશાનમાં અંતિક્રિયા માટે લઈ જવામાં આવ્યો હતો, જો કે સ્મશાન સુધી પહોંચવા માટે અંતિમયાત્રા લઈ જનારા મૃતકના સ્વજનોએ  કાંસના ગંદા પાણીમાં ઉતરવું પડ્યું હતું. 

સ્થાનિકોએ અનેકવાર કાંસ ઉપર નાળું બનાવવા અને સ્મશાનની ફરતે વરંડો બનાવવા માગ કરી છે. પરંતુ  તંત્રના આંખ આડા કાનના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સમગ્ર મામલે નવસર્જન ટ્રસ્ટ , અનુસૂચિત જાતિ સંઘર્ષ સમિતિ કડી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કડી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો