સુરતના પલસાણામાં ડ્રમ ફાટવાની ઘટના, અનેક કામદારો ઇજાગ્રસ્ત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગંભીર ઘટના બની છે. મિલમાં ચાલી રહેલા કામકાજ દરમિય

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગંભીર ઘટના બની છે. મિલમાં ચાલી રહેલા કામકાજ દરમિયાન એક ડ્રમ ફાટવાની ઘટના બની હતી જેના કારણે ભારે અફરા તફરી મચી ગઈ હતી. આ ઘટના દરમિયાન મજૂરો અને કામદારો મિલમાં રૂટિન કામગીરી કરી રહ્યા હતા, જેમાંથી અનેકને ગંભીર ઇજા થઇ હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ, 108 એમ્બ્યુલન્સ સેવા અને પલસાણા તેમજ કડોદરા પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ લાગતા તેને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જ્યારે 108ની ટીમે ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડ્રમ ફાટવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી.

જાહેરાત

આ ઘટનાને લઇને સ્થાનિક વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કામદારોની સુરક્ષા અને મિલોમાં સલામતીના ધોરણોનું પાલન કરવાની બાબતે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત