Video: બાવળા તાલુકાના ગામડાઓમાં રાત્રિના સમયે ડ્રોન ઉડતા દેખાયા, સ્થાનિકોમાં કુતુહલ
બાવળા અને બગોદરાના અનેક ગામોમાં રાત્રીના સમયે ડ્રોન ઉડતા દેખાતા લોકોમાં કુતુહલ જોવા મળી રહ્
બાવળા અને બગોદરાના અનેક ગામોમાં રાત્રીના સમયે ડ્રોન ઉડતા દેખાતા લોકોમાં કુતુહલ જોવા મળી રહ્યું છે. બે દિવસથી પોલીસ સ્ટેશન સહિતના અનેક વિસ્તારમાં પણ આકાશમાં ડ્રોન દેખાતા લોકો ડ્રોન જોવા ધાબા પર આવી ગયા હતા.
ડ્રોન દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા
અમદાવાદ જિલ્લાના આસપાસના ગામોમાં રાત્રીના સમયે આકાશમાં ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. બાવળા અને બગોદરાના શિયાળ, કોઠા, તલાવડી, કાળી વેજી સહિતના ગામોમાં લોકો ડ્રોન જોવા માટે ધાબા પર આવી ગયા હતા. બગોદરા નજીક આવેલા જનશાળી ગામ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આકાશમાં ડ્રોન દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. બે દિવસથી આ વિસ્તારમાં ડ્રોન ઉડતા સ્થાનિકોમાં કુતુહલ સર્જાયું છે.
જાહેરાત







