VIDEO: ગામડી-અસલાલી રોડ પર અકસ્માતની ઘટના, પંચરની શંકાએ વાહનમાંથી નીચે ઉતરેલા ચાલકને ટ્રકે કચડ્યો
અમદાવાદ જિલ્લાના ગામડી-અસલાલી રોડ પર હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છ
અમદાવાદ જિલ્લાના ગામડી-અસલાલી રોડ પર હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટ્રક ચાલકે જીવ ગુમાવ્યો છે. ઓઢવ વિસ્તારમાં રહેતા મહેન્દ્ર પાંડે પોતાની ટ્રક લઈને અસલાલી તરફ જઈ રહ્યા હતા, ત્યારે પંચરની શંકા જતા તેઓ તપાસ કરવા માટે નીચે ઉતર્યા હતા.
આ દરમિયાન પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી અન્ય એક ટ્રકે ઉભેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે મહેન્દ્રભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી બીજી ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો.


