મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં બેફામ સ્પીડમાં વાનના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બે બાઈકચાલકને ઉડાવ્યા

સુરતના સોસિયો સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો વાનના ચાલકે બેફામ સ્પીડ

સુરતના સોસિયો સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો વાનના ચાલકે બેફામ સ્પીડમાં ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. ફૂલ સ્પીડમાં ઈકો કાર (GJ5RJ1081)ના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ૨ બાઇક ચાલકોને ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તાત્કાલિક ઈજાગ્રસ્ત બાઈક સવારને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે ઈકો કાર ચાલકની અટકાયત કરી કાર્યવાહી કરાઈ હતી. અકસ્માત નજરે જોનાર પ્રકાશભાઈએ કહ્યું કે, ઈકો કારે ભાટિયા કોમ્પલેક્સ પાસેથી નીકળીને આવી હતી. બહુ સ્પીડમાં કાર હતી. પહેલા ભાટિયા કોમ્પલેક્સના બે ટેબલ તોડ્યા હતાં. બાદમાં એક ટેબલ જેવું દેખાતુ તે અને કાચ તોડ્યા હતાં. સાથે બે બાઈક સાથે કાર અથડાઈ હતી. જેમાં બાઈકચાલકોના મોત થયા હોય તેવું દૂર લાગતું હતું. પરંતુ કોઈનું મોત થયું નથી.

આ સમાચાર શેર કરો