મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: નગરપાલિકાએ મૂકેલા પીવાના પાણીના મશીનો બંધ હાલતમાં, પીવાનું પાણી વેંચાતુ લેવા લોકો મજબૂર

સુરેન્દ્રનગરમાં લીંબડી શહેરમાં મુકવામાં આવેલા પીવાના પાણીના મશીનો બંધ હાલતમા

સુરેન્દ્રનગરમાં લીંબડી શહેરમાં મુકવામાં આવેલા પીવાના પાણીના મશીનો બંધ હાલતમાં મળ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં પાલિકાએ શીતળ પે-જળ યોજના અંતર્ગત પીવાના પાણીના મશીનો મુક્યા હતા, પણ આ મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. લીંબડીમાં 4 મશીનો મુકવામાં આવ્યા હતા, જેમાં 1 રૂપિયાનો સિક્કો નાખતા પાણી આવે પરંતુ આ તમામ મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા છે. આ મશીનો બસ સ્ટેન્ડ, સરકારી હોસ્પિટલ અને જ્યાં લોકોની ભીડ રહે તેવા ચાર સ્થળોએ મૂકવામાં આવ્યા છે. જો કે, નગરપાલિકાની બેદરકારીથી લીંબડીવાસીઓ પીવાનું પાણી વેંચાતુ લેવા મજબૂર બન્યા છે. 

આ સમાચાર શેર કરો