મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Anand / નાવલીમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ; નશામાં ધૂત કારચાલકે બુલેટ બાઈકને મારી જોરદાર ટક્કર, 1નું મોત, 2 ઘાયલ

આણંદના નાવલી અંધારીયા વિસ્તારમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટના સામે આવી છે. દારૂના નશામાં કાર ચલા

આણંદના નાવલી અંધારીયા વિસ્તારમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટના સામે આવી છે. દારૂના નશામાં કાર ચલાવતા આધેડે બુલેટ બાઈકને જોરદાર ટક્કર મારતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. અકસ્માત બાદ કારચાલકે ખુદ “મેં દારૂ પીધો છે” કહી નશામાં હોવાની કબૂલાત કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાણ થતા આણંદ રુરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી કારચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો