મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સંભલમાં મહિષવતી નદીની ઉત્ખનન કામગીરી

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પ્રશાસન દ્વારા ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતી મહિષવતી નદીના પુનરોદ્ધાર મા

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પ્રશાસન દ્વારા ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતી મહિષવતી નદીના પુનરોદ્ધાર માટે ચાલી રહેલી ઉત્ખનન કામગીરીને લઈને તંત્ર સક્રિય બન્યું હતું . આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પ્રગતિનું જાત નિરીક્ષણ કરવા માટે સંભલના જિલ્લા કલેક્ટર  અને પોલીસ અધિક્ષક દ્વારા ભારે પોલીસ કાફલા સાથે નદીના ઉત્ખનન સ્થળની અચાનક મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર ચાલી રહેલા જેસીબી અને મશીનરી દ્વારા થઈ રહેલા સફાઈ તથા ખોદકામકામની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. નદીના પુનર્જીવનથી આસપાસના ભૂગર્ભ જળસ્તર સુધરશે અને સ્થાનિક સ્તરે પાણીની સમસ્યા હલ થશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓને ઉત્ખનનની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે જરૂરી કડક દિશા-નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો