VIDEO:સુરતમાં ડોલી ચાયવાલાને જોવા પડાપડી, ધક્કામુક્કી થતાં બાઉન્સર્સ-લોકો વચ્ચે સર્જાયુ ઘર્ષણ
ધનકુબેર બિલ ગેટસની મુલાકાત બાદ સોશિયલ મીડિયામાં ડોલી ચાયવાલા રાતો રાત સ્ટાર બની છે. ત્યાર

ધનકુબેર બિલ ગેટસની મુલાકાત બાદ સોશિયલ મીડિયામાં ડોલી ચાયવાલા રાતો રાત સ્ટાર બની છે. ત્યારે સ્ટારડમનો બિઝનેસ પ્રેમોશન માટે સુરતના એક મોબાઈલ સ્ટોલ ધારકે ઉપયોગ કરવા બોલાવ્યો હતો. જો કે, અગાઉથી નિયત થયેલા સમયે ડોલી ચાયવાલા આવ્યો તે અગાઉ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેની કાર ફરતે લોકોના ટોળા હોવાથી બાઉન્સર્સ દ્વારા લોકોને બેફામ અપશબ્દો કહેવામાં આવ્યાં હતાં. જેથી લોકો અને બાઉન્સર્સ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.




