VIDEO: ડોડા બ્રિજ સંપૂર્ણપણે બંધ
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે પુલ ડોડા બ્રિજમાં તિરાડ પડી જવાથી તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે પુલ ડોડા બ્રિજમાં તિરાડ પડી જવાથી તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સતત વરસાદને કારણે બ્રિજની સુરક્ષા જોખમાતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર અનિલ કુમાર મેહરાએ સ્થિતિનું નિરીક્ષણ કરી મીડિયાને સમગ્ર પરિસ્થિતિની માહિતી આપી હતી. સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ પરથી પસાર થતા વાહનોને વૈકલ્પિક રૂટ તરફ વાળવામાં આવ્યા છે, જેથી કોઈપણ મોટી દુર્ઘટના ટાળી શકાય અને જનજીવન સુરક્ષિત રહે.




