મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભૂસ્ખલનથી ડોડાના ત્રણ માર્ગ બંધ

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. સતત વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘ

તસવીર: GSTV

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. સતત વરસાદ બાદ અનેક  વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે NH-44, NH-244 અને કિશ્તવાડ-સિન્થન રોડ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. રસ્તાઓ પર કાટમાળ અને મોટા પથ્થરો પડતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસન દ્વારા માર્ગો પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડીટીઆઈ ઇન્ચાર્જ પુરુષોત્તમ સિંહે જણાવ્યું કે માર્ગો ફરી શરૂ કરવા માટે ટીમો સતત કામ કરી રહી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો