VIDEO:ડે.મેયર વેતાળ બન્યા ને સુરત પાલિકાની સભામાં વિપક્ષને મળ્યો મુદ્દો, ટેડિબિયર ખભે નાખી AAPનો વિરોધ
સુરતમાં અનારાધાર વરસાદથી સર્જાયેલી તારાજીનો મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં ઉછળ્યો હતો. જો કે, સભા અગા

સુરતમાં અનારાધાર વરસાદથી સર્જાયેલી તારાજીનો મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં ઉછળ્યો હતો. જો કે, સભા અગાઉ જ આક્રમક મૂડમાં વિપક્ષ દેખાયો હતો. સભામાં પ્રવેશતા આપના કાર્પોરેટર દ્વારા ડે.મેયરે વેતાળની જેમ ફાયર બ્રિગેડના અધિકારીનો ઉપયોગ કર્યો હતો. તેમ વિપક્ષ દ્વારા ટેડિબિયર ઉંચકીને પ્રવેશ કરતા માર્શલો દ્વારા અટકાવવામાં આવતાં હોબાળો મચી ગયો હતો.
કપડા ન બગે તે માટે ફાયર ઓફિસરના ખભે ચડ્યા
ગોડાદરા ખાતે આશાસ્પદ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું ત્યારે રેસ્ક્યુ કામગીરી દરમ્યાન ડે. મેયર નરેન્દ્રભાઈ પાટીલ તેમના મોંઘા બુટ અને કાપડા ન બગડે તે માટે માત્ર 2 ફુટ કાદવ ઓળંગવા માંગતા નોહતા, અને ફાયર ઓફિસરે જયારે તેમને કહ્યું કે સાહેબ હું ઓળંગાવી દઉં તો તરત જ વેતાલ ની જેમ ફાયર ઓફિસરની પાછળ ટીંગાઈ ગયાં હતાં. જે ખરેખર ખૂબ જ અશોભનીય ઘટના હતી.
સંઘર્ષ થયો
જેને લઈને આજરોજ આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટરોએ એ ઘટનાનો પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો. જેમાં 'આપ' કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાએ ટેડીબિયર પર ડે. મેયર નરેન્દ્ર પાટીલ નો ફોટો લગાડી પોતાના ખભે ઊંચક્યું હતું. અને સામાન્ય સભામાં પ્રવેશ કરતા હતાં.જો કે સ્થળ પર હાજર સિક્યોરિટી સ્ટાફે તેમને આમ કરતા અટકાવ્યા હતાં. અને ટેડીબિયર લઇ લીધું હતું.








