VIDEO: સુરતમાં દિવ્યાંગ વૃદ્ધ ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયા, લોકોએ દોડીને બચાવ્યો જીવ
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રે 10:47 વાગ્યે ઇન્દોર એક્સપ્રેસ આવી હતી. તે દરમિયાન એક દિવ્ય
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રે 10:47 વાગ્યે ઇન્દોર એક્સપ્રેસ આવી હતી. તે દરમિયાન એક દિવ્યાંગ વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પર્યાસ કરી રહ્યા હતા. ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા. વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા. દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ પર પડી હતી.તાત્કાલિક સમયસૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા. આ દરમિયાન અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા હતા.




