VIDEO: દિલીપ સંઘાણીએ પનામામાં ICA બોર્ડ ચૂંટણીમાં ભવ્ય જીત સાથે ડંકો વગાડ્યો
દેશના સહકાર શિરોમણી અને અમરેલીના નેતા દિલીપ સંઘાણીએ વિદેશમાં ભારતન

દેશના સહકાર શિરોમણી અને અમરેલીના નેતા દિલીપ સંઘાણીએ વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો છે. પનામા ખાતે આયોજિત 'ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ 2026'ની ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં તેમણે 526 મતો મેળવીને ભવ્ય જીત હાંસલ કરી છે. વિદેશી ઉમેદવારોને પછાડીને તેઓ કેનેડા અને બ્રાઝિલ બાદ સમગ્ર એશિયા, આફ્રિકા અને યુરોપમાં ત્રીજા ક્રમાંકે ચૂંટાઈ આવ્યા છે. ઈટાલી, ચાઈના અને જાપાન કરતાં પણ ભારતીય ઉમેદવાર દિલીપ સંઘાણીને સૌથી વધુ મતો મળ્યા છે. આ ઐતિહાસિક સફળતાની ખુશીમાં સાંજે પાંચ વાગ્યે અમરેલીના જીવરાજ મહેતા ચોક ખાતે સંઘાણીના સમર્થકો ફટાકડા ફોડી તથા મોં મીઠું કરાવીને ઉજવણી કરશે.




