VIDEO: ડોર ટુ ડોર ડીઝલ ડિલિવરી કરતાં સ્ટાર્ટઅપને HPCL તરફથી સપ્લાય ન મળતા મુશ્કેલી
સુરતમાં ડોર ટુ ડોર ડીઝલ ડિલિવરીનું સફળ સ્ટાર્ટઅપ ચલાવતી 'નિર્મિત એનર

સુરતમાં ડોર ટુ ડોર ડીઝલ ડિલિવરીનું સફળ સ્ટાર્ટઅપ ચલાવતી 'નિર્મિત એનર્જી LLP' કંપની મુશ્કેલીમાં મુકાઈ છે. HPCL દ્વારા છેલ્લા 5 દિવસથી આ સ્ટાર્ટઅપને ડીઝલનો જથ્થો આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. દરરોજ 6,000 લીટર ડીઝલની જરૂરિયાત ધરાવતી આ એજન્સીને ડેપો અધિકારીઓ દ્વારા ડીઝલની અછત હોવાનું બહાનું બતાવવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે HPCLના જવાબદાર અધિકારીઓ મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી. એક તરફ સરકાર દેશમાં નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની મોટી વાતો કરે છે, તો બીજી તરફ સરકારી તંત્ર અને કંપનીઓ દ્વારા જ આવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાનોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.




