VIDEO: ભરૂડીથી હીરાસર એરપોર્ટ ગ્રીન કોરિડોર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન
રાજકોટના ભરૂડીથી હીરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર હાઇવે બનાવવાના

રાજકોટના ભરૂડીથી હીરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર હાઇવે બનાવવાના મુદ્દે જિલ્લા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ અંગે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવશે, જ્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ સંદર્ભે સ્થાનિક ગ્રામ પંચાયતો અને વોટ્સએપના માધ્યમથી વિગતો સામે આવી છે. કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે હાઈવેની સામાન્ય જગ્યા કરતાં આ કોરિડોર માટે વધુ જમીન સંપાદન થઈ શકે છે. હાલમાં એલિવેટેડ કોરિડોરના વધુ ખર્ચને ધ્યાને રાખી માત્ર ચર્ચા ચાલી રહી છે અને આખરી નિર્ણય બાકી છે, તેમજ અસરગ્રસ્તોને નિયમાનુસાર વળતર ચૂકવાશે.



