મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના હીરાસર એરપોર્ટથી દિવાળી પહેલા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની શક્યતા

રાજકોટના હીરાસર એરપોર્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા

તસવીર: gstv

રાજકોટના હીરાસર એરપોર્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે. આ માટે ટૂંક સમયમાં ઈમિગ્રેશન ટીમ દ્વારા હીરાસર એરપોર્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટેની પ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની માંગનો મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જો રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય તો સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સહિત વેપારીઓ અને મુસાફરોને મોટી સુવિધા મળશે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર અને પ્રવાસન ક્ષેત્રને તેનો સીધો લાભ થઈ શકે છે

આ સમાચાર શેર કરો