VIDEO: ધોરાજી કોંગ્રેસે મેલોડી ચોકલેટનું વિતરણ કરી નોંધાવ્યો વિરોધ, મોંઘવારી મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ડીઝલની અછત અને મોંઘવારી મુદ્દે અનોખું વિ
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ડીઝલની અછત અને મોંઘવારી મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરોએ લોકો વચ્ચે મેલોડી ચોકલેટનું વિતરણ કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે એક તરફ લોકો ડીઝલ અને પેટ્રોલ માટે 20થી 25 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જ્યારે બીજી તરફ વડાપ્રધાન વિદેશમાં મેલોડી ચોકલેટ આપી રીલ બનાવી રહ્યા છે, જે અશોભનીય બાબત છે. ડીઝલની અછતથી ખેડૂતો અને સામાન્ય લોકો પરેશાન હોવાનું કહી કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.


