મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : DGPએ અમદાવાદ પોલીસ કમિશનરની નવી ઓફિસની મુલાકાત લીધી, રથયાત્રા માટે બનાવાયો છે નવો કંટ્રોલરૂમ

Ahmedabad News : આજે રાજ્યના DGP વિકાસ સહાયે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર

Ahmedabad News : આજે રાજ્યના DGP વિકાસ સહાયે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવી બનેલી અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસની મુલાકાત લીધી હતી. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે તેમનું સ્વાગત કર્યું હતું. DGP સાથે પોલીસ હાઉસીંગ કોર્પોરેશનના એમડી IPS હસમુખ પટેલ પણ તેમની સાથે પહોચ્યાં હતા. 

અમદાવાદ પોલીસ કમિશનરની નવી ઓફિસ ખાતે ટેક્નોલોજીથી સજ્જ કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. DGP વિકાસ સહાયે  આ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી તેમજ રથયાત્રા સમયે નવા કંટ્રોલરૂમ પરથી નજર રાખવા તેમજ આગામી સમયમાં જલ્દી જ નવા કંટ્રોલરૂમનું લોકાર્પણ કરવા સૂચના આપી છે. 

DGP વિકાસ સહાયે અમદાવાદ પોલીસ કમિશનરની નવી ઓફિસ ખાતે આગામી રથયાત્રાના ભાગરૂપે  ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપ્યાં હતા. 

આ સમાચાર શેર કરો