મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાયે મા અંબાની પૂજા અર્ચના કરી, જયકારા સાથે બોલાવી ધૂન

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાય અંબાજી પહોંચ્યા હતા. ગૃહમંત્રી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાય અંબાજી પહોંચ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી ધામ ખાતે  ધજા ચઢાવી હતી. જય જય અંબેના જયકારા સાથે હર્ષ સંઘવી ઝૂમ્યા હતા.

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અંબાજી મંદિરે પહોંચી મા અંબાની પૂજા – અર્ચના કરી

મેળાના અંતિમ દિવસે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અંબાજી મંદિરે પહોંચી મા અંબાની પૂજા – અર્ચના કરીને અંબાજી મંદિરના શિખર ઉપર ધજા ચઢાવી હતી. હર્ષ સંઘવી સાથે DGP વિકાસ સહાય પણ મા અંબાની પૂજા અર્ચનામાં જોડાયા હતા.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાની આજે પૂર્ણાહુતિ

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાની આજે પૂર્ણાહુતિ થશે. 7 દિવસ ચાલનાર મેળાનો આજે અંતિમ અને પૂનમનો પવિત્ર દિવસ હોવાથી ભક્તોનું કીડિયારું ઉભરાતું તેવો નજરો ચારચાર ચોકમાં જોવા મળ્યો. મેળાના અંતિમ દિવસમાં નીજ મંદિરે માં ના દરબારમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. મેળામાં વિવિધ સંઘો સાથે માઈ ભક્તોએ માં અંબેના દર્શન કર્યા. મેળામાં અત્યાર સુધી 27 લાખ માઇભક્તોએ માં અંબે ના દર્શન કર્યા.

આ સમાચાર શેર કરો