Ahmedabad news: દીવાન બલ્લુભાઈ સ્કૂલને 10 હજારનો દંડ, શિક્ષકોનો કપાશે પગાર
અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલી દીવાન બલ્લુભાઈ શાળામાં પગાર વધારાની માં
અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલી દીવાન બલ્લુભાઈ શાળામાં પગાર વધારાની માંગ સાથે શિક્ષકો હડતાળ પર ઉતરી ગયા હતા. જેને લઈને વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે રૂમમાં ગોંધી રાખ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા તેમજ શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. શાળાને 10 હજાર રૂપિયાનો દંડ અને ધરણાં પર બેઠેલા શિક્ષકોનો વિરોધના દિવસનો પગાર કાપવામાં આવશે.
શહેરની કાંકરિયા વિસ્તારમાં આવેલી દીવાન બલ્લુભાઈ શાળામાં શિક્ષકોએ પગાર વધારા મુદ્દે યોગ્ય રજૂઆત કરવાને બદલે ધરણાં પર બેઠી ગયા હતા, ચાલુ શાળાએ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે રૂમમાં ગોંધી રાખ્યા હતા. જે બાદ સ્કૂલના સત્તાધીશોને નોટિસ ફટકારવામાં આવી હતી અને આ પ્રદર્શનની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને ન કરવા બદલ રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે શિક્ષકોનો પ્રદર્શનના દિવસનો પગાર કાપવાનો આદેશ કર્યો છે. DEO ના જણાવ્યા મુજબ શિક્ષકોએ શાળા કે જિલ્લા શિક્ષણ કચેરીને જાણ કર્યા વગર ધરણા કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારે ધરણાં ન કરવા તાકીદ પણ કરી છે.







