VIDEO: ચૈત્રી નવરાત્રીના પર્વે અંબાજી મંદિરમાં ધજા અર્પણ કરી ભક્તોએ માતાજીની આરાધના કરી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબ
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શકિતપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં ચૈત્રી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા માઈભક્તો મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી માતાજીની આરાધના કરી રહ્યાં છે. અંબાજી મંદિરમાં અંબાનું પ્રાચીન અને પૌરાણિક શક્તિપીઠ છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના અને ધજા અર્પણ કરાવવાથી માતાજી પ્રસન્ન થાય છે.
અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વમાં અલગ અલગ ગામોથી આવતા ભક્તો મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી ધન્યતા અનુભવે છે. ભક્તો મંદિરની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીમાં ધજાની પાવતી બુક કરાવી તેનું પૂજન વિધિવત રીતે મંદિર ના પૂજારી દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી પર્વમા બોલીવુડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ઉત્તમ અગ્રવાલ પણ પોતાના પરિવાર સાથે દર્શનાર્થે આવ્યા હતા. નવરાત્રી પર્વમાં પ્રથમ દિવસથી ચોથા દિવસ બપોર સુધી અંદાજે 250 જેટલી ધજા મંદિરના શિખર ઉપર ભક્તો દ્વારા ચઢાવવામાં આવી હતી.




