VIDEO: યાત્રાધામ ડાકોરમાં આજે વસંત પંચમીના પવિત્ર પર્વે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વસંત પંચમીના પવિત્ર પ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વસંત પંચમીના પવિત્ર પર્વે ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો. ભગવાન રણછોડરાયજીએ સોના-ચાંદીની પિચકારીથી કેસુડાના રંગે ફાગ ખેલવાની શરૂઆત કરી હતી. આજથી 40 દિવસ સુધી શ્રીજી મહારાજ સફેદ જરીના વાઘા અને સોનાના આભૂષણો ધારણ કરી ભક્તોને દર્શન આપશે.

સેવકોએ અબીલ-ગુલાલની છોળો ઉડાડી

શણગાર આરતીમાં ઉમટી પડેલા હજારો ભાવિકો પર સેવકોએ અબીલ-ગુલાલની છોળો ઉડાડી હતી. શ્રીજીને ધરાવાયેલ ધાણી, ચણા અને ખજૂરની પ્રસાદી લેવા ભક્તો તલપાપડ થયા હતા. પૌરાણિક માન્યતા મુજબ, આજના દિવસે જ જ્ઞાનની દેવી મા સરસ્વતી અને કામદેવની ઉત્પત્તિ થઈ હતી.  

આ સમાચાર શેર કરો

જાહેરાત