મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કૃષ્ણ જન્મોત્સવને વધાવવા શામળાજીમાં ભક્તોનો ધસારો, મંદિર પરિસર બન્યું ભક્તિમય

અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વને લઈને ભક્તોની ભારે

તસવીર: gstv

અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે 101 મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભગવાનના જન્મોત્સવના દર્શન કરવા ભક્તો અધીરા બન્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં ભજન-કીર્તન સાથે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો