Navratri 2024: અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું
નવલા નોરતાનો આજથી આરંભ થયો છે. વિશ્વ વિખ્યાત અને પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી
નવલા નોરતાનો આજથી આરંભ થયો છે. વિશ્વ વિખ્યાત અને પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં બહોળી સંખ્યામાં ભક્તોએ મા જગદંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરને રંગબેરગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો.
બહોળી સંખ્યામાં ભક્તોએ મા જગદંબાના દર્શન કર્યા
આસો નવરાત્રિના પ્રથમ દિવસે મંદિર ખાતે સવારે 7:30 કલાકે મંગળા આરતી થઈ હતી. અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ચાચર ચોક માઈભક્તોથી ઉભરાયું હતું.
3થી 11 તારીખ સુધી નવરાત્રિ ઉત્સવનું આયોજન
સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે આજથી થી ૧૧મી ઓક્ટોબર દરમિયાન નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજ્યમાં માતાજીના અન્ય ૭ દેવસ્થાન ખાતે પણ એક દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.






