VIDEO: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંગળા આરતીમાં ઉમટ્યું હતું ભક્તોનું ઘોડાપૂર
રાજ્યના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં શરદપૂર્ણિમાંને લઈને વહેલી સવારે ભક્તોની ભારે
રાજ્યના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં શરદપૂર્ણિમાંને લઈને વહેલી સવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગત રાત્રે 12 કલાકે દૂધ પૌવાનો કાર્યક્રમ મંદિરમાં યોજાયો હતો. ગત રાત્રે 12.00 કલાકે કપૂર આરતી પણ કરવામાં આવી હતી. મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આરતી કર્યા પછી તમામ ભક્તોને દૂધપૌંવાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો
આરતી કર્યા પછી તમામ ભક્તોને દૂધપૌંવાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં ચંદ્રના કિરણોમાં ચાંદીના વાસણમાં દૂધ પૌવા મૂકીને માતાજીને ધરવામાં આવ્યા આવ્યા હતા.




