મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હરિદ્વારના કાગડા ઘાટ પર ગંગા નદીના તેજ પ્રવાહમાં તણાયો શ્રદ્ધાળુ, SDRF ના જવાનોએ જીવના જોખમે ઉગાર્યો

ઉત્તરાખંડમાં પવિત્ર ગંગા ન

તસવીર: gstv

ઉત્તરાખંડમાં પવિત્ર ગંગા નદીના ઘાટ પર સ્નાન કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓ માટે એક ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે હરિદ્વારના કાંગડા ઘાટ પર સ્નાન કરી રહેલો એક વ્યક્તિ ગંગા નદીના અત્યંત તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો. જોકે, ઘાટ પર તૈનાત SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ના જવાનોની ત્વરિત કામગીરીને કારણે તેનો જીવ બચી ગયો છે.

SDRF ના જવાનોએ નદીમાં ઝંપલાવી બચાવ્યો જીવ

મળતી માહિતી મુજબ, ગંગા નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર હોવા છતાં એક વ્યક્તિ ઘાટ નજીક સ્નાન કરી રહ્યો હતો. અચાનક પગ લપસતાં અથવા પ્રવાહના ખેંચાણને કારણે તે ઉંડા પાણીમાં તણાવા લાગ્યો હતો અને ડૂબવા લાગ્યો હતો.

ઘાટ પર સુરક્ષા માટે તૈનાત SDRF ના સજાગ જવાનોની નજર જેવા જ આ ડૂબતા વ્યક્તિ પર પડી, તેઓ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર નદીના ભયાનક પ્રવાહમાં કૂદી પડ્યા હતા. SDRF ના જવાનોએ અસાધારણ સાહસ બતાવીને ડૂબી રહેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો.

સ્થાનિક તંત્રની શ્રદ્ધાળુઓને અપીલ
ઘટના બાદ SDRF ની ટીમ દ્વારા તે વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલ તેની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. હવામાનમાં ફેરફાર અને નદીઓના જળસ્તરમાં વધારાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને SDRF દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગંગા નદીના ઘાટ પર સ્નાન કરતી વખતે વિશેષ સાવચેતી રાખે અને તંત્ર દ્વારા બનાવવામાં આવેલા સુરક્ષિત ઘેરાવાની અંદર જ રહીને સ્નાન કરે.

આ સમાચાર શેર કરો