મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બિરયાનીમાં પ્રતિબંધિત કલર વપરાતો હોવાની ફરિયાદ બાદ સ્થળ પર નાશ

વડોદરામાં બિરયાનીમાં પ્રતિબંધિત કલર વપરાતો હોવાની ફરિયાદ બાદ મહાનગરપાલિકા

તસવીર: gstv

વડોદરામાં બિરયાનીમાં પ્રતિબંધિત કલર વપરાતો હોવાની ફરિયાદ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ફતેહગંજની બોમ્બે રસોઈમાંથી 160 કિલો બિનઆરોગ્યપ્રદ બિરયાની મળી આવી હતી, જેમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું. VMCની ફૂડ સેફ્ટી ટીમે સ્થળ પર તપાસ કરતાં ભારે અસ્વચ્છતા જોવા મળતા દુકાન તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી. 160 કિલો બિરયાનીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઝમઝમ કેટરર્સમાંથી પણ કલરયુક્ત બિરયાની મળી આવતા FSSAIના નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો