મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચ GIDCમાં ફાટી નીકળી ભયાવહ આગ, કેમિકલ કંપનીમાંથી ઉંચે ઉઠેલા ધુમાડાથી ભયનો માહોલ

ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સ્પાર્કથી શરૂ થયેલી આગ જોતજ

ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સ્પાર્કથી શરૂ થયેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપનીમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતાં. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. જો કે, દૂર દૂરથી દેખાતા ધુમાડાને લઈને લોકોમાં ભયનો માહોલ પદા થયો હતો.

આ પણ વાંચોઃરાજ્યમાં સૌપ્રથમવાર ડિજિટલ એરેસ્ટમાં આરોપીઓના સ્કેચ જાહેર, ભોગ બનનારની માહિતીના આધારે બેના ચહેરા ઓળખાશે

આ સમાચાર શેર કરો