Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Sketches of accused released in state's first digital arrest

રાજ્યમાં સૌપ્રથમવાર ડિજિટલ એરેસ્ટમાં આરોપીઓના સ્કેચ જાહેર, ભોગ બનનારની માહિતીના આધારે બેના ચહેરા ઓળખાશે

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2024
લાઇવ ટીવીGoogle News
રાજ્યમાં સૌપ્રથમવાર ડિજિટલ એરેસ્ટમાં આરોપીઓના સ્કેચ જાહેર, ભોગ બનનારની માહિતીના આધારે બેના ચહેરા ઓળખાશે

સમગ્ર દેશમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ઓનલાઈન આવતાં આ આરોપીઓના ચહેરા જાહેર કરવામાં પોલીસને સફળતા મળી છે. રાજ્યમાં સૌ પ્રથમવાર સુરત પોલીસે ભોગ બનનારની માહિતીના આધારે એક્સપર્ટ પાસે સ્કેચ બનાવવામાં આવ્યાં છે. જેથી હવે ચહેરા સામે આવતાં આરોપીઓની ધરપકડ કરવી આસાન બની શકે તેમ છે. 

App Store

આ પણ વાંચોઃVideo: ભરૂચ GIDCમાં ફાટી નીકળી ભયાવહ આગ, નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આગથી મચી અફડાતફડી

સ્કેચને સોશિયલ મીડિયામાં મૂકાશે

ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ બે માસ્ટર માઈન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્કેચ હવે પોલીસ સોશિયલ મીડિયામાં મુકશે, જેથી લોકો શિકાર બનતા બચી શકે અને આરોપીની જાણકારી પણ આપી શકે.આરોપીઓ લાખો-કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે. ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે. હવે માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે, આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા બે સ્કેચ જાહેર કરાયા છે.

લોકો ઓળખતા થાય તે હેતુ

બન્ને આરોપીઓના પુરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી. તેના સ્કેચ બનાવવામાં આવ્યા છે. ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસે બે માસ્ટર માઈન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. હવે આ સ્કેચને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મુકશે, જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય. આ સાથે જ આરોપીની વિગત કોઈ વ્યક્તિ પાસે હોય તો પોલીસને પણ આપી શકે.