VIDEO: દિલ્હી / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધો મોટો નિર્ણય, સુરક્ષા કાફલામાં કર્યો નોંધપાત્ર ઘટાડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાદગી અને જનહિતની અપીલને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મોટો નિર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાદગી અને જનહિતની અપીલને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાના સુરક્ષા કાફલામાં નોંધપાત્ર ઘટાડો કરીને તેને અડધાથી પણ ઓછો કરી દીધો છે. દિલ્હીમાં તેમના નિવાસસ્થાનેથી બહાર નીકળતી વખતે ગૃહમંત્રી અગાઉની સરખામણીએ ઘણા નાના કાફલા સાથે પ્રસ્થાન કરતા જોવા મળ્યા હતા. વીઆઈપી સંસ્કૃતિને ડામવા અને સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાથી બચાવવા માટે લેવાયેલો આ પ્રશંસનીય નિર્ણય અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સરકારના આ પગલાથી સુરક્ષા અને લોકસુવિધા વચ્ચે સંતુલન જાળવવાનો એક નવો સંદેશ વહેતો થયો છે.


