VIDEO: દિલ્હી એનઆઈએ અદાલતનો મોટો નિર્ણય: આતંકવાદ વિરોધી કેસમાં છ યુક્રેનિયન નાગરિકોને જામીન મંજૂર
દિલ્હીની એનઆઈએ અદાલતે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ભારત અને મ્યાનમારમાં વંશીય સશસ

દિલ્હીની એનઆઈએ અદાલતે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ભારત અને મ્યાનમારમાં વંશીય સશસ્ત્ર બળવાખોરો માટે તાલીમ શિબિર ચલાવવાના કથિત આરોપસર ધરપકડ કરાયેલા છ યુક્રેનિયન નાગરિકોને જામીન મંજૂર કર્યા છે…અદાલતે પ્રત્યેક આરોપીને રૂપિયા એક લાખના રોકડ બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. UAPA કાયદા હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં ચાર્જશીટ દાખલ ન થવાને કારણે આ આરોપીઓને ડિફોલ્ટ બેલનો લાભ મળ્યો છે. અદાલતના આ નિર્ણયથી આ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની રાહત મળી છે.




