VIDEO: ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ
અમદાવાદની વિવાદિત સેવનથ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ચિંતાભર્યો રહ્યો
અમદાવાદની વિવાદિત સેવનથ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ચિંતાભર્યો રહ્યો છે. ICSE બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ટેકનિકલ કારણોસર આ સ્કૂલના આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ અટવાઈ પડ્યું છે. પરિણામ ન ખુલતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુંઝવણમાં મુકાયા છે.
આ મામલે શાળાના પ્રિન્સિપાલે નિવેદન આપતા જણાવ્યું છે કે, માત્ર આ સ્કૂલ જ નહીં પરંતુ દેશની કુલ 11 શાળાઓમાં આવી ટેકનિકલ સમસ્યા સર્જાઈ છે. શાળા તંત્ર ICSE બોર્ડ સાથે સતત સંપર્કમાં છે અને આજના દિવસમાં જ તમામ વિદ્યાર્થીઓને પરિણામ મળી જશે તેવી આશા વ્યક્ત કરી છે.
જાહેરાત








