મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AI ફોટા અને રીલ્સથી બદનામી: RTI એક્ટિવિસ્ટ સામે કર્મચારીની ખટોદરા પોલીસ મથકે ફરિયાદ

સુરત સિવિલ હોસ્પિટલનો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી

તસવીર: gstv

સુરત સિવિલ હોસ્પિટલનો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, જેમાં નવો જ વળાંક આવ્યો છે. વર્ગ-૩ના કર્મચારી ઇકબાલ કડીવાલા વિરુદ્ધ RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સંજય ઇઝાવાએ ભ્રષ્ટાચાર, શારીરિક-માનસિક શોષણ અને સીટ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો સાથે રીલ્સ અને પ્રસારણ કર્યું હતું. આ વિરોધ વચ્ચે હવે ઇકબાલ કડીવાલાએ ખટોદરા પોલીસ મથકે કાનૂની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે સોશિયલ મીડિયા પર ભડકાઉ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ ફોટા, રીલ્સ અને ખોટી પોસ્ટ વાયરલ કરીને તેમને તથા તેમના પરિવારને સતત હેરાન કરી બદનામ કરવામાં આવી રહ્યા છે. આ મામલે હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો