Video: વડોદરામાં સસરા સાથે નોકરી પર જઈ રહેલી પુત્રવધુને ટ્રકે કચડી, તંત્રએ મોતનો મલાજો ન જાળવ્યો હોવાનો આક્ષેપ
વડોદરા શહેરની આજવા ચોકડી પાસે ટ્રકની અડફેટે ૩૧ વર્ષીય પ્રિન્સા પરમારનું ક
વડોદરા શહેરની આજવા ચોકડી પાસે ટ્રકની અડફેટે ૩૧ વર્ષીય પ્રિન્સા પરમારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સસરા સાથે નોકરી પર જઈ રહેલી પરિણીતાને અકસ્માત નડ્યો હતો. જોકે, બનાવ બાદ પરિણીતાનો મૃતદેહ ત્રણ કલાક સુધી રસ્તા પર રઝળતો રહ્યો હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે. કાર્યવાહીના બહાને તંત્રએ મોતનો મલાજો ન જાળવતા અને મૃતદેહને ખસેડવામાં વિલંબ કરતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.








