મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-સુરતમાં પીક અપ ગાડીના બોનેટ પર જોખમી સવારી, કેમેરો જોતા જ ઘુસી ગયો અંદર

સુરતમાં વાહનો પર થતા સ્ટન્ટના અવનવા વીડિયો સામે આવતાં હોય છે. ત્યારે ઉનાળાની ગરમીમાં જાણે ઠંડકનો અનુભવ કરત

સુરતમાં વાહનો પર થતા સ્ટન્ટના અવનવા વીડિયો સામે આવતાં હોય છે. ત્યારે ઉનાળાની ગરમીમાં જાણે ઠંડકનો અનુભવ કરતો હોય તે રીતે એ યુવક બોલેરો પીક અપ ગાડીના બોનેટ પર દેખાયો હતો. સ્ટન્ટ કરતો હોય તેમ પગ વાળીને બેઠો હતો. જો કે, આ વાહન ડિંડોલી બ્રિજ પરથી પસાર થયું કે કોઈએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. કેમેરાને જોતા જ યુવક વળી બીજો સ્ટન્ટ કરતો હોય તે રીતે અથવા તો ડરના માર્યા સીધો જ પીક અપ અંદર ઘુસી ગયો હતો. આ સમગ્ર જોખમી સવારીને લઈને વાયરલ થયેલા વીડિયોમાં યુવક સામે કાર્યવાહી થાય તેવી માગ કરાઈ છે. 

આ સમાચાર શેર કરો