VIDEO: વડનગરમાં 108 કલાકારોના ડમરુ નાદથી ઐતિહાસિક રાજમાર્ગો બન્યા શિવમય
મહેસાણાના વડનગરના ઐતિહાસિક રાજમાર્ગો પર આજે શ્રાવણ ઉત્સવ-2026 અંતર્ગત ભવ્ય ડમરુ યાત

મહેસાણાના વડનગરના ઐતિહાસિક રાજમાર્ગો પર આજે શ્રાવણ ઉત્સવ-2026 અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ હતી. રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ યાત્રામાં 108 કલાકારોએ એકસાથે ડમરુ વાદન કરી સમગ્ર શહેરને શિવમય બનાવી દીધું હતું. સવારે અમરથોળથી શરૂ થયેલી યાત્રા અમથેર માતા મંદિર, કાપડ બજાર અને ચકલા જેવા પ્રાચીન માર્ગો પરથી પસાર થઈ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે યાત્રામાં ખાસ ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો.




