VIDEO: વડનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભવ્ય ડમરુ યાત્રા સાથે શ્રાવણ મહોત્સવનો શુભારંભ થયો
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી વડનગર

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી વડનગર ખાતે શ્રાવણ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે, જ્યાં વહેલી સવારે અતિ ભવ્ય ડમરુ યાત્રા યોજવામાં આવી હતી. 'જય હાટકેશ'ના પવિત્ર નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનોએ એકત્ર થઈ પ્રભાતફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કર્યા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ડમરુ યાત્રા યોજાશે તેમજ દર રવિવારે વિશેષ શિવ ભક્તિનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન અને આ અદ્ભુત ક્ષણોનો લાભ લેવા માટે રાજ્યના તમામ નાગરિકોને વડનગર આવવા ખાસ આમંત્રિત કરાયા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.



