મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગમાં કુદરતી સંપત્તિને નુકસાન; જંગલોમાં ભીષણ આગ લાગતા વનસ્પતિ અને જીવસૃષ્ટિ પ્રભાવિત

ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ આવતા સામગહાન જંગલ વિસ્તારમા

ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ આવતા સામગહાન જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગને કારણે જંગલની વનસ્પતિ અને વન્ય જીવોને મોટું નુકસાન પહોંચ્યું છે. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ડાંગના જંગલોમાં અવારનવાર લાગતી આગને કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી અને ચિંતા જોવા મળી રહી છે, જેનાથી કુદરતી સંપત્તિને સતત નુકસાન થઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો