મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાદરા નગર હવેલીમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4ના મોત, 5 ઈજાગ્રસ્ત

Dadra Nagar Haveli Gas Blast: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલા એક ના

તસવીર: gstv

Dadra Nagar Haveli Gas Blast: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલા એક નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દીવાલો ધરાશાયી થઈ

મળતી માહિતી અનુસાર, દાદરા નગર હવેલીમાં આવેલ નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ગોડાઉનની છત ઉડી ગઈ હતી અને મજબૂત દીવાલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો અને લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો