VIDEO: સાવલીના પરથમપુરા ગામે રહેણાંક મકાનમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, દૂર સુધી ઉડ્યો ઘરવખરીનો સામાન
સાવલી તાલુકાના પરથમપુરા ગામે આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ગામના વણકરવાસમાં આવેલા દિ
સાવલી તાલુકાના પરથમપુરા ગામે આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ગામના વણકરવાસમાં આવેલા દિનેશભાઈ પૂંજાભાઈ પરમારના ઘરે અચાનક ગેસ સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે ઘરવખરીનો સામાન દૂર સુધી ઉડ્યો હતો અને જોતજોતામાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું…આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા છે, જેમને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને પગલે ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સિલિન્ડર હજુ પણ સળગતી હાલતમાં હોવાથી તકેદારીના ભાગરૂપે પોલીસે આખો વિસ્તાર સીલ કરી દીધો છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદી દીધો છે







