VIDEO: Ahmedabad / ITC નર્મદા હોટેલ વિવાદમાં, સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે મચાવ્યો હોબાળો
અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ITC નર્મદા હોટેલમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સામે ગંભ

અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ITC નર્મદા હોટેલમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હોટેલમાં એક ગ્રાહકે ઓર્ડર કરેલી સેન્ડવિચમાંથી જીવાત નીકળતા હોબાળો મચ્યો હતો. ગ્રાહકે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે આરોગ્ય વિભાગની ટીમે હોટેલમાં તપાસ હાથ ધરી હતી. ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ તંત્રએ હોટેલને નોટિસ આપી રૂપિયા 15 હજારન દંડ ફટકાર્યો છે.




