VIDEO: વારાણસીમાં આકરી ગરમીથી બપોરે કર્ફ્યુ જેવો માહોલ, પ્રશાસને લોકોને બિનજરુરી બહાર ન નીકળવા કરી અપીલ
ઉત્તર પ્રદેશના વારાણસી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગરમીએ માઝા મૂકી છે. સતત વધી રહેલા તાપમાન અને હીટ વેવને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સૂર્યદેવના આકરા મિજાજથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે મોઢે રૂમાલ બાંધીને અથવા છત્રીનો સહારો લઈને નીકળતા જોવા મળે છે. ઠંડા પીણા અને શેરડીના રસની લારીઓ પર ભીડ વધી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ તાપમાન વધવાની ચેતવણી આપી છે, જેના કારણે પ્રશાસને લોકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.



