મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની ભીડ

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલાના દર્શન કરવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલાના દર્શન કરવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. આજે સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં વાતાવરણ જય શ્રી રામ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, મુખ્ય મંદિર સંકુલનું બાંધકામ આગામી ૩૦ જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે. વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા તેમજ કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો