મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જાંબુઆ બ્રિજ પર મગરનું 'કેટવોક'! વાહનચાલકો થંભી ગયા અને પછી જે થયું તે વીડિયોમાં કેદ થયું!

વડોદરામાં મગરો જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારો

તસવીર: gstv

 વડોદરામાં મગરો જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આવી જવાના બનાવો હવે સામાન્ય બની રહ્યા છે. પરિણામે મગરો અને લોકોમાં વચ્ચેનો ડર ધીમે ધીમે ઓસરતો હોય તેમ લાગે છે.  વડોદરામાં જાંબુઆ બ્રિજ પર એક મહાકાય મગર અચાનક રસ્તા પર આવી જતાં લોકોમાં ભારે કુતૂહલ સાથે દોડધામ મચી ગઈ હતી. બ્રિજ નજીક રોડ પર મગરને નિર્ભય રીતે ચાલતો (કેટવોક કરતો) જોઈને વાહનચાલકો થોડા સમય માટે થંભી ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં મગરનો આ અનોખો વીડિયો કેદ કરી લીધો હતો, જેના પગલે બ્રિજ પર ક્ષણભર માટે ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી. ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગ અને સંબંધિત તંત્રને જાણ કરતાં રેસ્ક્યૂ ટીમને સ્થળ પર રવાના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા મગરને સુરક્ષિત રીતે પકડીને તેના કુદરતી રહેઠાણમાં ફરી મુક્ત કરવા માટેના પ્રયાસો શરૂ કરી દેવાયા હતા.

પોર બળીયાદેવ મંદિર પાસે પાછળ ગ્રીલમાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરાયા બાદ હવે આજે સવારે વડોદરા પાસેના જાંબુવા બ્રિજ ઉપર મગર બિન્દાસ્ત ટહેલતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં વાહન ચાલકોમાં થોડો ગભરાટ જોવા મળ્યો હતો પરંતુ મગર પોતાની મસ્તીમાં બ્રિજ પર ચાલતો હોવાથી લોકોનો ડર થોડો ઓછો થયો હતો અને મગરથી 10 ફૂટ દૂર વાહન વ્યવહાર જોવા મળ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી મગરો રહેણાંક વિસ્તારો અને જાહેર માર્ગો પર આવી ચડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો