મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સ્નેહમિલન હોય તેમ ઈન્ટ્રોગેશનમાં ગુનેગારો ઉમટ્યાં, હિસ્ટ્રીશિટર, લિસ્ટેડ બુટલેગર સહિતનાથી ભરાઈ ગયો હોલ

સુરત શહેર પોલીસના ડી. સી. પી ઝોન ૬ના ગુનેગારોનું ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. એમ સી

સુરત શહેર પોલીસના ડી. સી. પી ઝોન ૬ના ગુનેગારોનું ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. એમ સી આર, હિસ્ટ્રીશિટરો, લિસ્ટેડ બુટલેગરો, શરીર સંબંધી તથા મિલકત સબંધી ગુનાઓમાં અગાઉ પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ આરોપીઓને બુડીયા ગામ સ્થિત રામજી વાડીમાં ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું.  તમામ ગુનેગારોને એક જ જગ્યાએ એકઠા કરવામાં આવતાં વાડીનો હોલ ભરાઈ ગયો હતો.

273 ગુનેગારો એકઠાં થયા

ડીસીપી રાજેશ પરમારે કહ્યું કે, હિસ્ટ્રશિટરથી લઈ શરીર અને મિલકત સંબંધી ગુના તથા ગૌ હત્યા, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ એક્ટ હેઠળ ભૂતકાળમાં પકડાયેલા 273 જેટલા ગુનેગારોને રામજી વાડી ખાતે બોલાવવામાં આવ્યાં હતાં. અહિં તમામ આરોપીઓ પોલીસને ઓળખે અને પોલીસના જવાનો પણ આરોપીથી પરિચિત થયા હતાં.

કાર્યવાહી વખતે સરળતા રહે

ઈન્ટ્રોગેશન રાખવા પાછળ ગુનેગારોથી પોલીસ અને અધિકારીઓ પરિચિત થાય, ગુનેગારોનો દેખાવ બદલાય ગયો હોય અથવા તો તેમણે રહેણાંક બદલ્યું હોય ઉપરાંત તેઓ હાલમાં કઈ પ્રવૃતિ કરી રહ્યાં છે. તે તમામ બાબતોથી પોલીસ વાકેફ થાય. જેથી પોલીસ પેટ્રોલિંગ કે વાહન ચેકીંગમાં હોય તો સરળતાથી ગુનેગારને ઓળખી શકે અને જરૂર જણાય તો કાર્યવાહી પણ કરી શકાય છે.  

આ સમાચાર શેર કરો