Video:સુરતના મધરાતે ઉગ્યો સૂરજ, મેચમાં પાકિસ્તાનને ધૂળ ચટાડતાં ભાગળ ચોકમાં ક્રિકેટપ્રેમીઓએ લગાવ્યા નારા
ભારત-પાકિસ્તાનની મેચ દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે વર્લ

ભારત-પાકિસ્તાનની મેચ દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે વર્લ્ડકપમાં ટકરાતી બન્ને ટીમોને લઈને સુરતમાં અનેકવિધ આયોજનો થયાં હતાં. જો કે, ન્યુયોર્કની ધરતી પરત ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું. જેથી અડધી રાતે સુરતના ભાગળ ચોક ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ હંમેશની માફક ઉમટી પડ્યાં હતાં. ભારતના ઝંડા સાથે આવેલા ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડવાની સાથે ઢોલનગારાથી ઉજવણી કરીને ઈન્ડિયા..ઈન્ડિયાના નારા લગાવ્યા હતાં. દર વખતે અહિં ક્રિકેટપ્રેમીઓ ઉમટતાં હોય ધાર્મિક વૈયમન્સ્ય ન ફેલાય અને કોઈ અણબનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.




