મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરાછામાં CPRથી સિનિયર સિટીઝનનો જીવ બચ્યો

સુરતના વરાછામાં એક જાગૃત નાગરિકે સમયસૂચકતા દાખવી સિનિયર સિટીઝનનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. 1 સપ્

તસવીર: gstv

સુરતના વરાછામાં એક જાગૃત નાગરિકે સમયસૂચકતા દાખવી સિનિયર સિટીઝનનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. 1 સપ્ટેમ્બરે સાંજે હીરાબાગથી ગૌશાળા સર્કલ રોડ પર એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ત્યાંથી પસાર થતા ભાવેશ જોબનપુત્રા નામના વ્યક્તિએ તાત્કાલિક CPR આપવાનું શરૂ કર્યું હતું. સમયસર CPR મળતાં વ્યક્તિને રાહત મળી અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ સિનિયર સિટીઝને હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં ફૂટેજ વાયરલ થયા છે અને ભાવેશની સમયસૂચકતાની પ્રશંસા થઈ રહી છે.

આ સમાચાર શેર કરો