VIDEO: સુરતના વરાછામાં વેપારીઓનો ઉગ્ર આક્રોશ: 'પાણીના પાપીઓને સ્ટીલના કીડા પડશે', તંત્ર સામે હાય-હાયના નારા સાથે અનોખો વિરોધ
સુરતમાં વરસાદ બંધ થયા બાદ પણ

સુરતમાં વરસાદ બંધ થયા બાદ પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. વરાછા વિસ્તારના યશ પ્લાઝામાં પાણી ભરાતા તમામ દુકાનો જળમગ્ન બની ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નજીકમાં બ્રિજ નિર્માણ દરમિયાન ગટર લાઇનને નુકસાન થતાં ડ્રેનેજનું પાણી બહાર ન નીકળતા દુકાનોમાં પાણી ભરાયું છે. વેપારીઓએ મહાનગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો અને તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા. સ્થળ પર તંત્ર ન પહોંચ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. વિરોધ દરમિયાન વેપારીઓએ મેયર, કમિશનર અને રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા.




